Translate

View list of All Posts

Sunday 17 June 2018

"THE ULTIMATE PARENTS' DILEMMA : WHAT IS THE RIGHT AGE TO INTRODUCE CHILDREN TO GADGETS/TECHNOLOGY? TOO EARLY MIGHT GET THEM ADDICTED AND TOO LATE MIGHT HAMPER THEIR DEVELOPMENT."



Technology
This has been a debatable topic for every generation.Our parents would have thought the same when surprising gadgets invaded our childhood.
In this world of advancement, every generation has its own set of advanced technology. Our generation was gifted with Colour Television, Personal Computers and much more.We have lived our childhood with it. Technology's power of attraction drew us towards it. But our parents helped us stay off screen and enjoy the nature,play around with friends instead of being stuck to video games,took us to beach and much more.
Our parents provided an excellent supervision.  So age factor shouldn't be of much concern. Rather, responsible and guided use is the best opportunity and will allow this digital generation to experience modernity without losing sight of reality and without missing out on childhood experience.
The way our elders helped us enjoy fruits of all, we must allow our toddlers to enjoy the same under proper supervision.Hence the solution to this dilemma lies in supreme guardianship.


Sunday 10 June 2018

ધર્મ અને અધ્યાત્મ

ધર્મ અને અધ્યાત્મ  

ધર્મ અને અધ્યાત્મધર્મ વિના અધ્યાત્મ સંભવ છે,પરંતુ શું અધ્યાત્મ વિના ધર્મ સંભવ છે? આ પ્રશ્ન નો ઉત્તર શોધવા, 'ધર્મ' અને 'અધ્યાત્મ'  શું છે?-એ જાણવું જરૂરી છે. જે વ્યક્તિએ આધ્યાત્મિકતા અનુભવી હોય,એ વ્યક્તિ આ બે શબ્દો ની તફાવત ને વધું સારી રીતે સમજાવી શકે અથવા જેને ધર્મ ને ઊંડાણ થી માણ્યું હોય એ પણ આ બે શબ્દો ની વચ્ચે રહેલ તફાવત ને સમજાવી શકે. ધર્મ અને અધ્યાત્મ નું લક્ષ્ય એકજ છે.ચાલો આપણે આ બે શબ્દો ની વચ્ચે નો તફાવત શોધવા પ્રયત્ન કરીયે.
સામાન્ય રીતે ઘણાખરા લોકોં , 'ધર્મ' અને 'અધ્યાત્મ' ને સરખા ગણે છે , જયારે આ બે શબ્દો વચ્ચે થોડો તફાવત રહેલો છે.ધર્મ બાહ્ય છે જયારે અધ્યાત્મ આંતરિક છે.ધર્મ આપણને સત્ય બતાવે છે,તો અધ્યાત્મ નવું  શોધવા પ્રેરે છે.એક ધર્મ બીજા ધર્મ થી અલગાવ અનુભવે છે,જયારે અધ્યાત્મ બધા ને એક કરે છે.ધર્મ માં  દંડ ભાવ સમાયેલ છે,જયારે અધ્યાત્મ કર્મ ને સનાતન માને છે.ધર્મ સામાજિક છે જયારે અધ્યાત્મ એકાંત પર નિર્ભર  કરે છે.ધર્મ માં ડર છે તો અધ્યાત્મ માં મોક્ળાશ છે.ધર્મ માં બીજા ના ચીંધેલા પંથ પર ચાલવાનું હોય જયારે અધ્યાત્મ માં આપણે આપણી ક્ષમતા પ્રમાણે ખુદની ખોજ કરી આપણો રસ્તો માણી શકીયે. ગ્રંથ દ્વારા આપણે ધર્મ ની શિક્ષા માણી શકીયે ,જયારે અધ્યાત્મ તો 'સ્વાધ્યાય'-'સ્વયં નું ધ્યાન' થીજ પ્રાપ્ત કરી શકાય।ધર્મ માં સિદ્ધાંત નું પાલન કરવાનું હોય છે જયારે અધ્યાત્મ માં આપણે આંતરિક સિદ્ધિ નો અનુભવ કરીયે છીએ. ધર્મ એક માનવા નો વિષય છે જયારે અધ્યાત્મ જાણવા નો વિષય છે. ધર્મ ક્રિયાકાંડ પર આધારિત છે જયારે અધ્યાત્મ તો પ્રયોગાત્મક વિષય છે. ધર્મ ધરતી ની જેમ સીમિત છે તો અધ્યાત્મ આકાશ ની જેમ વિશાળ છે.આધ્યાત્મિકતા માંથી ધર્મ પ્રસરે છે જયારે ધર્મ નો મર્મ એજ આધ્યાત્મિકતા છે.ધર્મ અને અધ્યાત્મ ઈશ્વર પ્રાપ્તિ ના માર્ગ છે.
ગુરુ નાનક કે ઇસામસી કે કોઈ પણ મહાન વ્યક્તિ આધ્યાત્મિક હતા. એમના સમયે 'શીખ' ધર્મ કે 'ખ્રિસ્ત'  ધર્મ નહતો. એમના દર્શાવેલ માર્ગ નું પાલન કરનાર એજ એ માર્ગ ને ધર્મ નું નામ આપ્યું. જેમ જેમ ધર્મો વધતા ગયા,એમ આધ્યાત્મિકતા નું તત્વ ગૌણ થતુ ગયું અને ધર્મ અને અધ્યાત્મ બે જુદા વિષય થઇ ગયા.ધર્મ ના નામ માં રાજનીતિ થઈ,ધર્મ ના નામ માં'કોટા' કે 'લઘુમતી  આરક્ષણ'દેવા માં આવે પરંતુ અધ્યાત્મ એક સાચો અને સાત્વિક શબ્દ છે.અધ્યાત્મ માં ભેદ ના હોય શકે. માનવ એ અધ્યાત્મ માંથી ધર્મ નો માર્ગ શોધ્યો છે અને આ માર્ગ માં ભેળસેળ થઇ તો માર્ગ આદ્યાત્મ થી પૂરોજ જુદો પડી જાય છે. જો આપણે ધર્મ નું સાચું પાલન કરીયે  તો આપણે પરમાત્મા સાથે એક થઇ અધ્યાત્મ ને ધારણ કરી શકીયે અને જો આપણે અધ્યાત્મ ને ઉંડાણથી માણીયે તો આપણને  બધાજ ધર્મ નો સાર સમજાય.
ધર્મ ને અધ્યાત્મ તો એકજ સિક્કા માં સમાયેલ છે, એ સિક્કા ને આપણે કેવી રીતે અને ક્યાં 'ઈન્વેસ્ટ' કરી 'ઇન્ટરેસ્ટ' પામવું એ આપણા હાથ માં છે.એ સિક્કા ની બરોબર ઓળખ કરીયે તો આપણું જીવન સાર્થક બને છે અને એજ સિક્કા ને જો વેડફી નાખીયે તો જીવન માં કંઇજ રહેતું નથી.જયારે એ સિક્કો વેડફાઈ ત્યારે બે શબ્દ નું લક્ષ્ય જુદું લાગે છે। ત્યારે એમ અનુભવાય છે કે ધર્મ થીજ સ્વર્ગ અને નર્ક મળે છે જયારે અધ્યાત્મ થી સુખ અને દુઃખ! આપણો એજ પ્રયત્ન હોવો જોઈએ કે આપણે આ બે શબ્દો ની વચ્ચે નો તફાવત ઓછો કરી,એનો એકજ લક્ષ્ય,'ઈશ્વરીય પ્રાપ્તિ'ને માણીયે।આપણે આ અમૂલ્ય સિક્કા ના સાર ને પુષ્પો ની 'ફોરમ' બની પ્રસરાવીયે.