Translate

View list of All Posts

Tuesday 21 December 2021

ચમકતા તારલા

 પશ્ચિમથી પૂર્વમાં આવેલી પુસ્તક 'ચમકતા તારલા' વાંચતાજ મનોમન અત્યંત ખુશી અનુભવી. અમદાવાદથી આવતી ચમકતી ભેંટની સંગાથે તહેવાર માણવાની મજા જ અનેરી હતી. 'ચમકતા તારલા' ઈનામ વિજેતા વાર્તાઓનો એક ગુલદસતો છે.  આયોજક શ્રી અંબાલાલ એમ. ચૌહાણ રિટાયર્ડ આઈ. પી.એસ  અધિકારી છે. તેમને સાહિત્યમાં રસ રહ્યો છે, ઘણી પુસ્તકો લખી છે અને અંતરાષ્ટ્રીય કક્ષાએ ઈનામ/પ્રશંસા મેળવેલ છે.  તેમણે સાહિત્યિક આનંદરસ માણવાની મને તક આપી તે બદલ હું તેમની આભારી છું. I am also thankful to his granddaughter, Khanjana Chauhan, who helped him a lot. The efforts that she has put in is commendable.

સોળ વાર્તાઓથી ચમકતી આ પુસ્તક ગુજરાતની વિવિધ બોલી તેમજ અલગ અલગ કલમોની અનેરી વાર્તાઓ પ્રસ્તુત કરે છે. હુકમસિંહ જાડેજાની 'તરસ' અને  'રાત પાણી' વિવિધ બોલીએ શીખવાની લાલસા ઉત્પન્ન કરે છે. યશવંત ઠક્કરની 'એક કપ કોફી' ખરેખર એક કપ કોફી માણતા વંચાઈ જાય અને જીવન જીવવાનો દ્રષ્ટિકોણ આપતી જાય છે.  નયના મહેતાની 'ચોરટી' અદ્ભુત લાગણીઓ દર્શાવે છે. નીપુલ કારિયાની 'સ્મૃત-વિસ્મૃત' કઈ પણ નિર્ણય લેતા પહેલા તે વિષયની સંપૂર્ણ માહિતી મેળવવા પ્રેરે છે. સુષમા શેઠની ' કૂંચી આપો બાઇજી' નાદાન આશાની ભણવાની આશા પૂર્ણ કરે છે. ડૉ. રાધિકા ટિક્કુની 'ખોરડું' હૃદયમાં પુસ્તક પ્રેમનું ખોરડું રચી આપે છે. ડૉ. રમણ માધવની વાર્તાની શરૂઆત  જ જિજ્ઞાસા ઉત્પન્ન કરે તેવા પ્રશ્નથી થઈ છે. સુનીલ અમીનની  'સત્ ચિત્ આનંદ' આનંદ કરાવતી કટાક્ષિકા છે. ઈમરાન દલની 'શબ્બુ' તાળાબંધી દરમ્યાન ઉભી થયેલ સમસ્યા રજૂ કરે છે. મહેન્દ્રકુમાર જેસંગભાઇ વાળાની 'મેલો', મુખ્ય વ્યવસાય તરીકે 'મેલો' લઈ જઈ સંભળાવનાર પિતાની વ્યથા રજૂ કરે છે. રામજીભાઇ કડિયાની 'કોને કહું?' બા પ્રત્યે લાગણી વધારનાર છે. રમેશ ત્રિવેદીની 'દીકરાખ્યાન' અનેરી બોલીમાં રચવામાં આવી છે. નિર્ણાયક તથા સંપાદકની વાર્તાઓ- પ્રતિભા ઠક્કરની ' રાજાનું કુંડાળુ', મનહર ઓઝાની 'શ્વાનદેવનો જય' અને એકતા નીરવ દોશીની ' પુનરાગમન' સરળ ભાષામાં ઘણું કહી જાય છે.

શ્રી અંબાલાલ એમ. ચૌહાણ, સાથ આપનાર શ્રી જયંતિભાઈ મકવાણા અને પ્રિય ખંજના ચૌહાણ, નિર્ણાયક અને સંપાદક, અને ખાસ વિવિધ કલમનોથી અવનવી વાર્તા રચતા, સૌને આનંદ કરાવતા લેખક-લેખિકાઓની સર્જનાત્મકતાથી આ પુસ્તક હૈયામાં આનંદ પ્રસરાવે છે અને માહોલને ખરખેર ચમકતું કરે છે. 'ચમકતા તારલા' ચમ ચમ મનોમન ચમકે છે અને ગુજરાતી સાહિત્ય પ્રત્યે પ્રેમ વધારે છે. ✨

- ફોરમ શાહ (કોલકાતા)

(7 November, 2021)

ચમકતા તારલા




Friday 19 March 2021

Are we heading towards a "double V" shaped recovery?

Given the number of corona cases following an M shape, are we heading towards a "W" shaped recovery? The numbers rose and fell and are rising again. Given the spike in number of cases, few states are witnessing lockdowns or night curfews. The entire nation was under lockdown last year, thereby we witnessed a drastic negative growth in respective quarters, but as businesses tried to get into "new normal" we witnessed a recovery. We witnessed a downfall and an uprise, a V shape. Currently, entire nation isn't under lockdown. If nation goes into lockdown, then again it will witness a drastic fall in growth rate. If citizens work hard after the fall, then there shall be an uprise. Such roller coaster ride of downfall and uprise witnessed twice would lead to a "double V", that is, a "W" shape.

Such letter shaped recovery may look interesting, but the pain of downturns mustn't be forgotten. 'V' and 'W'  shape throws light on the fact that the lowest that hits hard must be used as a bounce back. 

If a long sustained period of lowest point is observed before an upturn, then we witness a 'U' shape. There are many more letter shaped recoveries. How artistically letters provide an insight!

Woah! Such are the times that brought into prominence an analytical meaning of the alphabets that we learnt as a kid. So what type of growth, our intellect is witnessing?

Letter shaped recoveries V shape