Translate

View list of All Posts

Saturday, 25 April 2020

હાજરી ને ગેરહાજરી

હાજરી ને ગેરહાજરી

પરિસ્થિતિ ગંભીર બની ચૂકી છે. જીવ ને જોખમ ડાબે જમણે છે - રોગની હાજરીથી અને આજીવિકા ની ગેરહાજરી થી! આજીવિકા મેળવવા જો અમુક દુકાનો ને છૂટ આપે, તોય એ જોખમી. અને ના આપે તોય જોખમ. તો આવી સ્થિતિ માં કરવું શું?

અર્થતંત્ર ને પાછું શરૂ કરતા પહેલા, સહુ vaccinated હોય તો ખતરો ઓછો રહે. પણ હજી vaccine તો આવી નથી. આવી પરિસ્થિતિ માં અર્થતંત્ર ને શરૂ કરવું હોય તો સહુ એ પોતાને શીલ્ડ કરી નીકળવું એ અનિવાર્ય કરાય. ફક્ત માસ્ક અને gloves પહેરી નીકળી પડે તો આફત આવેજ. પણ પોતાને પ્લાસ્ટિક, રેનકોટ, અથવા કીટ થી કવર કરી નીકળે તો જોખમ ઘટે.

રોગ ના સાચા રિપોર્ટ મળતા નથી. સોશ્યલ મીડિયા માં viral થયેલા વિડિયો થી અને આસ પાસ જોતા એવું લાગે કે કોરોના કેસ ની પૂરી જાણકારી જાહેર થતી નથી. ઘણા લોકો કોરોના મહાકાલ માં જુદા કારણ એ દમ તોડે છે પણ એમના લક્ષણ કોરોના ના જ હોય છે!

હજુ પબ્લિક ટ્રાન્સપોર્ટ શરૂ થશે તો શહેરો માં બસ, મેટ્રો, ટ્રેન વગેરે માં અંતર કેવી રીતે જળવાશે? ભીડ ભરેલ શહેર માં તો કોરોના નો કોહરામ મચતોજ રહેશે. ઘર ની બહાર નીકળ્યા વગર પણ છૂટકો નથી.

 જ્યાં સુધી vaccine ન આવે ત્યાં સુધી જો નીકળવું પડે તો સાવચેતી પૂરી રાખવી પડે! વિશ્વ નું હર માનવ vaccinated થાય ત્યારેજ આ જોખમ ને વટલાવી શકાય. જ્યાં સુધી vaccine ની ગેરહાજરી છે, ત્યાં સુધી કોરોના ની હાજરી ને વટલાવું સહેલું નથી.

Corona




No comments :

Post a Comment