આ વિષય પર ચિંતન કરતા એક પંક્તિ યાદ આવી રહી છે ,
"થાકી ગયેલ બુદ્ધે ઈશ્વરની કલ્પના કરી,ક્રિયાકાંડ ફક્ત ધર્મ નહિ પણ એક ઊંડી સમજ છે. આજનો થાકી ગયેલ માણસ ક્રિયાકાંડને એક બહિર્મુખ નિયમ સમજી બેઠો છે. સંસાર માર્ગમાં ચાલતા દરેક વ્યક્તિને ક્રિયાકાંડ એક દબાણ લાગે છે. આજના સમાજની ભાગદૌડ ભરી જિંદગીમાં ક્રિયાકાંડ એક બોજ બની બેઠું છે. બીજી દૃષ્ટિએ જોઈએ તો હાલના સમયમાં ક્રિયાકાંડ વધતું જાય છે, પણ ફકત "દેખાડો " કરવા પૂરતુંજ!
એને ગમ્યું તે સાર અને બાકી બધું અસાર."
જે 'સ્વ'થી વિખૂટો પડ્યો છે તે ક્રિયાકાંડનો સાર સમજી શકતો નથી. ક્રિયાકાંડ આંતરિક વિકાસનું એક સાધન છે. જેટલું માનવ નું મન સારા કર્મોમાં પરોવાયેલું રહે, તેટલોજ તેનો વિકાસ થતો રહે. મન જ્યારે ભૌતિક સુખમાં પરોવાયેલું રહે ત્યારે ક્રિયાકાંડ અસાર બની જાય છે.
સદીયો પહેલા સાર મુજબ ક્રિયાકાંડ કરવામાં આવતા. હાલમાં તો ક્રિયાકાંડ એક છબી બની ગઈ છે. જન્મથી લઇ મૃત્યુ સુધીની દરેક પ્રક્રિયામાં લોકો એક બ્રાહ્મણને નિયુક્ત કરી પોતે ચિંતામુક્ત બની જાય છે.
સમજણ અને પ્રેમ વગરનું ક્રિયાકાંડ એક મજૂર જેવું છે. આ લખતા મને કબીરના દોહા નું સ્મરણ થાય છે:
"બાની તો પાણી ભરે, ચારો વેદ મજૂર,વાણીથી તો પાણી ભરાય અને ચારે વેદ મજૂર સમાન બની જાય, તેજ રીતે કરવામાં આવતા ક્રિયાકાંડનું સ્થાન તો ઘરમાં માટી ને છાણ મિશ્ર કરી લીપણ કરે તેટલુંજ મહત્તવ ધરાવે છે!
કરણી તો ગણ કરે, સાહેબ કા ઘર દૂર."
હાલના સમયમાં વ્યક્તિ ક્રિયાકાંડ કરવા જાયને નવા કાંડ ઊભા કરી બેસે છે. "ક્રિયાકાંડ અને આજનો સમાજ", આ વિષય પર જેટલું ચિંતન કરીએ તેટલું ઓંછુંજ છે. મનમાં "શ્રી ચિત્રભાનુ" મહારાજ ની પંક્તિ તરવરી રહી છે:
"શુભ થાઓ આ સકળ વિશ્વ નું,એવી ભાવના નિત્ય રહે...
...દીન,ક્રૂર ને ધર્મ વિહોણાં, દેખી દીલમાં દર્દ વહે...
...ધર્મસ્થાનક ની ધર્મ ભાવના હૈયે સહુ માનવ લાવે..."
No comments :
Post a Comment