Translate

View list of All Posts

Wednesday, 15 July 2020

" ભાષા મારી ગુજરાતી છે "

"ભાષા મારી ગુજરાતી છે" 
આ કેટલી રસપ્રદ પંક્તિ છે. આ સાંભળ્યા બાદ જો ગુજરાતી ભાષા લખતા, વાંચતા ને સરસ થી બોલતા ન આવડે તો શું?

ભાષા શીખવી કંઈ અઘરી નથી. ગુજરાતી ભાષા શીખડાવવા માટેનો શ્રેષ્ઠ યોગદાન મારી માતાનો છે. ઘરમાં, "પૂર્વ ગુર્જરી", "હલચલ", "સાંવરી" મને વંચાવવા પ્રયત્ન કરતી. હિન્દી ભાષાની સરખામણી કરી હું પણ આપણી ભાષા શીખવા રજાના દિવસોમાં પ્રયત્ન કરતી.
"પૂર્વ ગુર્જરી" કોલમની નાની કવિતા વાંચતી અને આશ્ચર્યજનક ફોટા જોઈ તેના વિશે શું લખ્યું છે તે માહિતી મેળવવાની કોશિશ કરતી. ડો. શ્રી મયુર વ્યાસના પર્યટનના લેખ દર અઠવાડિયે વાંચી પર્યટન કર્યા જેવું અનુભવતી.
" હલચલ" થી ખરેખર મારા મનમાં હલચલ ઊભી થઈ. નાનપણમાં બર્થડેના ફોટા છપાતા. સ્કૂલમા થતી હરીફાઈના ફોટા અને તેની વિગતો તેમજ વધુ માર્કસ મેળવનાર વિદ્યાર્થીઓના નામ જાહેર થતાં. તેમાંથી એક નામ મારું છે કે નહિ તે શોધવાં પ્રયત્ન કરતી. અને તેમાં પ્રકાશિત થતું સુડોકુ તો કાયમ રમતી.
" સાંવરી " મા ફિલ્મી ક્વિઝ આવતી. ઘણાંને ઇનામો મળતા. તેથી હું પણ ક્વિઝ રમી ઈનામ મેળવતી. આમ કરતાં કરતાં ગુજરાતી ભાષા લખવા-વાંચવા માટેની અભિલાષા જાગી.
" શૂન્યથી શિખર સુધી" અને "મન હોય તો માળવે જવાય" આ રસપ્રદ કહેવતોનો શીલશીલો મારા મનમાં સળવળતો.
ત્યાંજ મને "સાહિત્ય ટાઈમ્સ" નાં સંસ્થાપક, શ્રી કેયુરભાઈ મજમુદાર, નો સાથ મલ્યો.  તેમણે ઘણાંજ બાળકોને, યુવાનોને, ગુજરાતી સાહિત્યમાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યા. તેમણે પોતાનું યોગદાન દઈ નાટક, સ્કીટ, કાવ્ય પઠન, વકતૃત્વ સ્પર્ધા વગેરે યોજીને અમોને આગળ વધારવા પ્રયત્ન કર્યા. ટી.વી ચેનલ પર લાઈવ શો શરૂ કર્યા. તેમાં પણ anchoring કરવાની તક અમને આપી. એટલે ગુજરાતી સાહિત્ય પ્રત્યે રસ વધતો ગયો. આમ જુઓ તો કેયુરભાઇ પાસે જ્ઞાનની પુંજી છે.
ગુજરાતી સાહિત્યનું ' પ્રથમ પગથિયું ' ચડાવનાર ડો. શ્રી કેયૂરભાઈ મજમુદાર મને કહેતા, " તું ઇંગ્લિશમા કવિતા લખે છે, ગુજરાતીમા પણ લખ. " તેમના આ શબ્દો મારા મનમાં ગુંજતા. એટલે મેં ધીમે ધીમે લખવાની શરૂઆત કરી.
ત્યાંતો "સાહિત્ય મંડળ" માં પણ નિબંધ સ્પર્ધા યોજાય છે તેની જાણ થઈ એટલે ગુજરાતી ભાષામાં નિબંધ લખવાની તક મળી. લખાણમાં મિક્સ અપ થયું, પણ લખતા અંતરથી ખુશી થઇ. "સાહિત્ય મંડળ" દ્વારા, કોલકાતામા, ગુજરાતના પ્રસિદ્ધ કવિઓ, લેખકો ને એમનાં જ મધુર કંઠે એમની રચનાઓ સાંભળવાનો અમને લ્હાવો મળતો.
શ્રી અજયભાઇ પડિયા એ બધીજ પળોને ફોટામા યાદગીરી સ્વરૂપે દાખીલ કર્યા. એમણે પણ અમોને ફોટા આપી વધું પ્રોત્સાહિત કર્યા.
આ રીતે ગુજરાતી સાહિત્ય ને ઉચ્ચ સ્તરે વિકસાવવા માટે અમૂલ્ય ફાળો બીરદાવનાર શ્રી પરાગભાઇ મજમુદાર , ડો. શ્રી કેયૂરભાઇ મજમુદારને ખુબ ખુબ આભાર.
ડો. શ્રી મયુર વ્યાસ, શ્રી અજયભાઇ પડિયા, શ્રીમતી નલીનીબેન પારેખ, શ્રીમતી સુજાતાબેન દેસાઈ, શ્રી બકુલભાઈ મહેતા, શ્રી દિલીપભાઈ ગણાત્રા, શ્રી દર્શીનભાઈ ભારતીય, શ્રી ભાવેશભાઈ શેઠ, શ્રી કિરણભાઈ રાય વડેરા, શ્રી દિનેશભાઈ વડેરા, શ્રી જસ્મીનભાઈ રૂપાણી તેમજ સર્વ સાહિત્યરસિકોના આશીર્વાદથી સાહિત્ય રસપાન કરતી રહીશ. ગર્વથી ગાતી રહીશ, " ભાષા મારી ગુજરાતી છે. "