કૃષ્ણ
કોલકાતામાં, જુલાઈ 23,2016ના, કૃષ્ણ વિશે યોજાયેલ કાર્યક્રમ ચિંતન અને મનન કરાવે એવું હતુ. શ્રી ગૌતમ પટેલ અને ઈશા દાદાવાલાની એ રસપ્રદ વાતો સાંભળી મને પણ મનોમન વિચારો પ્રગટ થયા કરે છે. અમુક વિચારો આ બ્લોગ મારફત રજૂ કરું છું.
કાર્યક્રમમાં કૃષ્ણની ગોપી વિશે એમ કહેવામાં આવ્યું હતું કે તે સમયે નારીઓને બહાર નીકળવા ન મળતું એટલે રાસલીલા એ "Women Empowerment"માં મદદ કરી હતી. મારા મુજબ રાસલીલા ઍ "Soul Empowerment"માં મદદ કરી હતી. હા! "Soul Empowerment". કેવી રીતે ?
સંસકૃત મા "ગો"નો અર્થ "ઇન્દ્રિયો " પણ થાય. જે ઇન્દ્રિયો ને પી જાય એમને ગોપી કહેવાય. કૃષ્ણની એ રાસલીલા ગોસ્વામી બનવામાં મદદ કરે છે.સમક્ષ જીવ એમના કામ છોડી કૃષ્ણમાં મગ્ન થઈ જાય છે. આત્માને આનંદ મળે છે.એટલે "Soul Empowerment" થાય છે.
કાર્યક્રમ મા પ્રશ્ન મુકેલ કે "Krushna was living a luxurious life". હા! મારા ચિંતન પ્રમાણે ,"Krushna was living a luxurious life,but in a detached way." આપણી "luxurious life" અહંથી ભરેલી છે. આપણે પોતાને સાધન સાથે જોડીને આપણી Identity establish કરવાની કોશિશ કરીએ છીએ. પણ કૃષ્ણ વૈરાગી છે.Krushna was living a luxurious life, but in a detached way.
હજુ એક પ્રશ્ન કાર્યક્રમમાં પુછવામાં આવેલ કે, "કૃષ્ણ કરે એ લીલા અને આપણે કરીએ તે ક્રિયા. એવું કેમ?"
મારા મુજબ કૃષ્ણની તુલના આપણી સાથે તો થાય નહિ, તેમ છતાય મને એમ લાગે છે કે કૃષ્ણ એક higher conscious levelમા છે. કાર્યક્રમમાં પણ કહેલું કે કૃૃષ્ણને સમજવું એ આપણી બુદ્ધિથી પર છે.મને એમ વિચાર આવ્યો કે જીવ જે કરે એમાં એનો સ્વાર્થ છુપાયેલો હોય છે,એટલે જીવ જે કરે એને ક્રિયા કહેવાય છે. જેણે બધુજ જાણતા,આનંદમાં રહી,પૂર્ણ જાગરૂકતા સહિત,બધાના હિત માટે અને વૈરાગ્ય ભાવથી કાર્ય કર્યા હોય એને લીલા કહી શકાય. તદુપરાંત ભાગવદના સપ્તમ સ્કંધમાં આ પ્રશ્નના ઉત્તરનુ બખૂબી વર્ણન થયુ છે.
કાર્યક્રમમાં પ્રશ્નોના ઉત્તરનો દૌર તો ચાલુજ હતો. હું તમારી સમક્ષ હજુ એક પ્રશ્નનો સરસ મજાનો દષ્ટાંત રજૂ કરવા માંગુ છું. કાર્યક્રમમાં પૂછવામાં આવ્યું હતુ કે "Anti corruption" થઇ શકે? તેથી મને એક દષ્ટાંત યાદ આવ્યો-
એક બાર્બરને ત્યા એક માણસ દાઢી કરાવા ગયો. બાર્બરે તે માણસ ને કહ્યું કે ઈશ્વર દુનિયામાં નથી, તે માણસે આશ્ચર્યજનક થઇ પૂછ્યું, "એમ કેમ?" બાર્બરે કહ્યું કે ઈશ્વર હોત તો દુનિયામાં કઈ ખોટું થાતજ નહિ. તે માણસ દાઢી કરાવી બહાર ગયો. એને જોયું કે રસ્તામાં ચાલતા કેટલાયે દાઢી નથી કરાવી.તરતજ એ બાર્બર પાસે ગયો અને કહ્યું કે ,"આ દુનિયામાં બાર્બર નથી ." બાર્બરે આશ્ચર્યજનક થઇ પૂછ્યું ,"એવું શા માટે કહે છે ?" પેલા માણસે કહ્યું કે બાર્બર હોત તો બધા દાઢી લઈને ન ફરતા હોત.તો બાર્બરે કહ્યું કે દુનિયામાં બાર્બર તો છેજ,એ દાઢીવાળા માણસો બાર્બર પાસે જતા નથી. તો મિત્રો આપણું પણ કંઈક એવુજ છે.આપણે સત્ય તરફ જતા નથી અને તેથી "corruption" થાય છે.
હજુ આ બાબત લખવા માટે તો ઘણુંજ છે,પણ કલમ અને આજના યુગમાં કમ્પ્યુટરને હું અહિયાં વિરામ આપું છું.I am thankful to creative group for organizing such a thoughtful session.આશા છે કે તમને આ બ્લોગમાં રજૂ થયેલા વિચારો ગમ્યા હશે. તમે જરૂરથી તમારો અભિપ્રાય મને જણાવજો.